तेजस्वीता + तपस्वीता + तत्परता = पुष्टि युवा. _________गो.हरिराय..

Saturday, April 13, 2013

Samvatsarotsar..!!

ચૈત્ર સુદ ૧ ને સંવત્સર કહે છે .બ્રહ્માજી એ ચૈત્ર માસ માં શુક્લ પક્ષ ના પહેલે દિવસે પૂર્ણ સૂર્યોદય સમયે જગત બનાવ્યું તેથી આ દિવસ થી નવા વર્ષ નો આરંભ થાય છે .આ દિવસે આખા વર્ષ ની કુશળતા ના ભાવ થી શ્રી ઠાકોરજી ને લીમડા ના પાન ની કુણી કુંપણ મીસરી મેળવી ને ધરવા માં આવે છે .ચૈત્ર સુદ ૧ થી ૧૦ સુધી ‘ચૈતી દશેરા ‘ ગણાય છે . તેમાં સ્વામિનીજી ની મુખ્યતા નો ભાવ છે એટલે લાલ છાપા ના વસ્ત્રો ધરાય છે .આજ થી ચૈત્રી નવરાત્ર નો પ્રારંભ થાય છે .આજે શ્રુંગાર અથવા રાજભોગ સમયે પંચાંગ વાંચવા માં આવે છે .આજના દિવસે ધરવા માં આવતી લીમડા ના પાન ની કુંપણ શ્રી સ્વામિનીજી ના ભાવ થી ,મીસરી શ્રી યમુનાજી ના ભાવ થી ,અને એલચી શ્રી કુમારિકાઓ ના ભાવ થી ધરવા માં આવે છે.

આજ ના ઉત્સવ ની ખુબ ખુબ વધાઈ .
(રાગઃ સારંગ)
ચૈત્ર માસ સંવત્સર પરિવા, વરસ પ્રવેશ ભયો હૈ આજ ।
કુંજમહલ બૈઠે પિય પ્યારી, લાલન પહરે નૌતન સાજ ।।૧।।
આપુ હી કુસુમહાર ગુહિ લીને, ક્રીડા કરત લાલ મન ભાવત ।
બીરી દેત દાસ ‘પરમાનંદ’ હરખિ નિરખિ જસ ગાવત ।।૨।।
ભાવાર્થઃ
અષ્ટછાપ ભક્તકવિ શ્રીપરમાનંદદાસજીની આ રચના છે.
આજૈ ચૈત્ર માસના પડવાના દિવસે નવા સંવત્સર-વર્ષનો પ્રારંભ થયો છે. આજે નવાં સાજ અને વસ્ત્રો ધારણ કરી, પુષ્પના કુંજમહલમાં શ્રીયુગલસ્વરૂપ-પ્રિયતમ અને પ્રિયાજી બિરાજ્યાં છે. શ્રીયુગલસ્વરૂપ પોતાના શ્રીહસ્તથી પુષ્પમાળાઓ ગૂંથે છે અને પોતાની મનભાવતી રસમય ક્રીડાઓ કરે છે. શ્રીપરમાનંદદાસજી પોતાના આધિદૈવિક સખી સ્વરૂપે શ્રીયુગલસ્વરૂપને પાનની બીડી આરોગાવે છે અને આ લીલાનાં દર્શન કરતાં હરખાઈને તેનાં યશોગાન ગાય છે...